Forbes: નાણામંત્રી Nirmala Sitharaman દુનિયાની 100 શક્તિશાળી મહિલાઓની યાદીમાં સામેલ
ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) ના નામે વધુ એક સિદ્ધિ જોડાઈ છે. ફોર્બ્સે સીતારમણનું નામ દુનિયાની સૌથી વધુ શક્તિશાળી એવી 100 મહિલાઓની યાદીમાં સામેલ કર્યું છે.
Trending Photos
ન્યૂયોર્ક: ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) ના નામે વધુ એક સિદ્ધિ જોડાઈ છે. ફોર્બ્સે સીતારમણનું નામ દુનિયાની સૌથી વધુ શક્તિશાળી એવી 100 મહિલાઓની યાદીમાં સામેલ કર્યું છે. આ સૂચિમાં નિર્મલા સીતારમણ ઉપરાંત અમેરિકાના નવા ચૂંટાઈ આવેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, બાયોકોનના સંસ્થાપક કિરણ મજૂમદાર શો(Kiran Mazumdar-Shaw), અને એચસીએલ એન્ટરપ્રાઈઝના સીઈઓ રોશની નડાર મલ્હોત્રા પણ છે. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ (Angela Merkel) સતત દસ વર્ષથી સૂચિમાં ટોપ પર છે.
પડકારોનો ડટીને કર્યો સામનો
17મી વાર્ષિક ‘Forbes Power List’ માં 30 દેશોની મહિલાઓ સામેલ છે. ફોર્બ્સે આ અંગે જાણકારી આપતા કહ્યું કે સૂચિમાં દસ દેશોના પ્રમુખ, 38 સીઈઓ, અને પાંચ મનોરંજન ક્ષેત્ર સાથે જોડાયેલી મહિલાઓ છે. ભલે તે ઉંમર, રાષ્ટ્રીયતા, અને અલગ અલગ વ્યવસાયમાંથી હોય, પરંતુ 2020ના પડકારોનો સામનો કરવા માટે તેમણે પોતાના મંચોનો ઉપયોગ એક પ્રકારે કર્યો છે.
Kamala Harrisને મળ્યું આ સ્થાન
નાણામંત્રી સીતારમણ આ સૂચિમાં 41માં ક્રમે છે. રોશની નડાર મલ્હોત્રા 55માં સ્થાને અને કિરણ મજૂમદાર શો 68માં સ્થાને છે. લેન્ડમાર્ક સમૂહના પ્રમુખ રેણુકા જગતિયાની સૂચિમાં 98માં ક્રમે છે. જ્યારે મર્કેલ સતત દસમા વર્ષે પહેલા સ્થાને કાયમ છે. પોતાના નિવેદનમાં ફોર્બ્સે કહ્યં કે મર્કેલ યુરોપના પ્રમુખ નેતા છે અને જર્મનીને નાણાકીય સંકટમાંથી બહાર કાઢીને ક્ષેત્રની સૌથી મોટી અર્થવ્યવસ્થાનું નેતૃત્વ કરી રહ્યા છે. અમેરિકાના નવા ચૂંટાઈ આવેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પહેલા અશ્વેત મહિલા છે જે આ પદ પર પહોંચ્યા છે. સૂચિમાં તેઓ ત્રીજા સ્થાને છે.
Jacinda Ardern પણ યાદીમાં સામેલ
લિસ્ટમાં ન્યૂઝિલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા આર્ડર્ન બીજા સ્થાને છે અને તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેન 37માં સ્થાને છે. વેને કોરોના મહામારીથી પોતાના દેશને બચવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. કોરોના સાથે જંગને તાઈવાને જે રીતે લડી છે તેના વખાણ આખી દુનિયા કરી ચૂકી છે. ફોર્બ્સની શક્તિશાળી મહિલાઓની યાદીમાં અમેરિકી બહુરાષ્ટ્રીય કંપની યુનાઈટેડ પાર્સલ સર્વિસ કૈરોલના નવા સીઈઓને 11મું સ્થાન મળ્યું છે અને કેલિફોર્નિયાના ક્લોરોક્સ લિન્ડા રેન્ડલેના પ્રમુખને 87મું સ્થાન મળ્યું છે.
આમને પણ મળી જગ્યા
આ ઉપરાંત આ યાદીમાં બિલ અને મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહઅધ્યક્ષ મિલિન્ડા ગેટ્સને 5મું સ્થાન, અમેરિકી સદનના સ્પીકર નેન્સી પેલોસીને 7મું સ્થાન, ફેસબુકના મુખ્સ સંચાલન અધિકારી શેરિલ સેન્ડબર્ગને 22મું સ્થાન, બાંગ્લાદેશના પ્રધાનમત્રી શેખ હસીનાને 39મું સ્થાન, બ્રિટનના મહારાણી એલીઝાબેથ દ્વિતીયને 46મું સ્થાન, રિહાનાને 69મું સ્થાન અને બિયોન્સેને 72મું સ્થાન મળ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે